Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Tapi : દમણથી ઇંગ્લિશ દારૂ લાવનાર બે NRI સામે ફોજદારી

નવસારીના વિરાવળ નાકા પાસે રવિવારની સાંજે લક્ઝરીયસ થાર કાર અને મારૂતિ વાન વચ્ચે થયેલા અકસ્માત બાદ થાર કારમાંથી રૂા.૪૨ હજારથી વધુની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવવાના પ્રકરણમાં ટાઉન પોલીસે બિનઅધિકૃત રીતે માત્ર પરમિટના એપ્લિકેશન ફોર્મથી દમણથી ઇંગ્લિશ દારૂ લાવનાર બે એન.આર.આઈ. ઓ સામે ફોજદારી ગુનો નોંધ્યો છે. રવિવારની સાંજે નવસારી શહેરના વિરાવળ રીંગ રોડ પાસે પૂર ઝડપે હંકારી જતી લક્ઝરીયસ થાર કારના ચાલકે મારૂતિ વાનને અડફટે લીધી હતી.

આ અકસ્માત બાદ લોક ટોળા ભેગા થઈ ગયા હતાં અને પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચતા થાર કારમાંથી બીયરના ટીનનો જથ્થો કિંમત રૂા.૪૨ હજારનો મળી આવતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો માત્ર એન.આર.આઈ. ની પરમિટના એપ્લિકેશન ફોર્મના આધારે દમણના બી.કે. વાઈન શોપ માંથી લાવ્યો હોવાનું બહાર આવતા પોલીસે ઇંગ્લેન્ડમાં રહેતા (૧) પિયુષ નટવરભાઈ પટેલ( હાલ રહે. કાછીયાવાડી, નવસારી) (૨) મોહનભાઈ વલ્લભભાઈ પટેલ (રહે. ભગત સ્ટ્રીટ, વિરાવળ, નવસારી ) સામે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી ઈંગ્લિશ દારૂ અને કાર મળી રૂા. ૧૦.૪૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!