Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

News Tapi : હાઈવે ઉપર પર અકસ્માત,સમાધાન કર્યા બાદ ડમ્પર ચાલકે અન્ય વાહનને અડફેટમાં લીધું

સોનગઢના સોનારપાડા નજીક નેશનલ હાઈવે પર બુધવારે બપોરે ડમ્પરે સુરતથી નંદુરબાર જતી બસને સાઈડમાંથી ટક્કર મારતા બસના સાઈડ ગ્લાસ તૂટી ગયા હતા. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ કે મુસાફરોને ગંભીર ઈજા થઈ નહોતી. ઘટના બાદ ડમ્પર ચાલકે બસને થયેલા નુકસાનનું વળતર ચૂકવતા સંમતિ આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી.

બસ સ્થળ પરથી રવાના થયા બાદ ડમ્પર આગળ વધતા અન્ય વાહન સાથે અથડાતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અથડામણમાં ડમ્પર માર્ગની એક બાજુ ઘસડાઈ ગયું હતું. ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. જોકે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ ન થતા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો.

Advertisement
error: Content is protected !!