કુકરમુંડાના મટાવલ પોલીસ ચેકપોસ્ટ પાસેથી રૂ.૩.૪૮ લાખના દારૂના જથ્થા સાથે કારને ઝડપી પાડી બે આરોપીઓની અટક અને બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.
કુકરમુંડા પોલીસે મટાવલ પોલીસ ચેક પોસ્ટ પાસે એક કારને ને અટકાવી તપાસ કરતા જેમાંથી રૂ.૩,૪૮,૬૨૦/-ની કિંમતની જુદાજુદા બ્રાન્ડની ૧૭૦૬ દારૂની બોટલો મળી હતી. પોલીસે રૂ.૩,૧૫,૦૦૦/- ની કાર, મોબાઇલ નંગ-૨ રૂ.૧૦૦૦૦/- મળી ૬,૭૩,૬૨૦/- ના મુદ્દામાલ સાથે મુકેશભાઈ ભાસ્કરભાઈ હેન્ડે (હાલ રહે.ઘર નં.૭૫૫ ગણેશપુરા હાઉસિંગ સોસાયટી, અમરોલી, સુરત) તથા રાજન નવલપ્રસાદ મિશ્રા (રહે. મકાન નં.૨૦,૨૧ નાના પંચવાડી, નાના વરાછા)ની અટક કરી હતી. આરોપીઓ પાસેથી મહારાષ્ટ્ર પાર્સિંગની બે નંબર પ્લેટ તથા એક ફાસ્ટ ટેગ મળ્યો હતો. જેના પર બારકોડ લગાવેલ હતો. દારૂ ભરી આપનાર અનિલભાઈ તથા દારૂ મુદ્દામાલ મંગાવનાર આસીફ અલી ઉર્ફે પૈયો અસરફ અલી મોગલ (રહે.ડેડીયાપાડા, પારસી ફળીયું, તા.ડેડીયાપાડા, જિ.નર્મદા)ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

