
વાલોડના ગોલણ પંચાયત ફળિયામાંથી દીપડો કૂવામાં પડી જતા તેનું રેસ્ક્યુ કરી હેમખેમ બચાવી લીધો હતો. વાલોડના ગોલણ ફળિયામાં દીપડો કૂવામાં પડયો હોવાની માહિતી વન વિભાગને મળતા વિભાગનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યા હતા. દીપડાને જોતા ૮થી ૧૦ માસનો હોવાનું જાણવા મળ્યું હતું.
વન વિભાગે બચ્ચાને કૂવામાંથી બહાર કાઢવા રેસ્ક્યુ શરૂ કરી પાંજરું કૂવામાં ઉતાર્યું હતું. દીપડાનું બચ્ચું પાંજરામાં ન આવતા નેટ જાળી કૂવામાં નાખવામાં આવી હતી, જેમાં આવી જતા સલામતીપૂર્વક સફળતાથી સુરક્ષિત અને તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું હતું. દીપડાના બચ્ચાને કૂવામાંથી બહાર કાઢી ડોક્ટરી તપાસ કરાવી હતી.

