નિઝરના જુના પોલીસ સ્ટેશન પાસેથી દારૂનું વહન કરતી સ્વીફટ કારને પોલીસે ઝડપી લઈ જેમાંથી રૂ.૩૧૦૦૦/- નો દારૂ સહિત રૂ.૨,૪૬,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મળતી વિગતો અનુસાર તાપી જિલ્લાના નિઝર પોલીસને મળેલ બાતમીના આધારે વાંકા ચાર રસ્તા તરફથી નિઝર તરફ પુરપાટ ઝડપે આવતી સ્વીફટને રોકવા માટે ઇસારો કરતા કારચાલકે પુરપાટ ઝડપે કાર હંકારી મુકી હતી, કારનો પોલીસે પીછો કરતા જુના પોલીસ સ્ટેશનની સામે બિરસામુંડા ચોક પાસે કાર મુકીને ચાલક ભાગી છુટ્યો હતો. તપાસ દરમિયાન સ્વિફટ કારમાંથી પાસ પરમીટ વિનાનો અલગ-અલગ બ્રાન્ડની બિયર ટીન નંગ-૧૫૫ રૂ.૩૧૦૦૦/- નો તથા કાર રૂ.૨,૧૫,૦૦૦/- મળી કુલ રૂ.૨,૪૬,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

