Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Tapi : લાખો રૂપિયાના દારૂના મુદ્દામાલ સાથે અંધાત્રીનો નામચીન યોગેશ પટેલને પોલીસે ઝડપી લીધો

વાલોડના ખાંભલા નજીકની ચીક ખાડી પાસે ઝાડી-ઝાંખરાવાળી જગ્યામાંથી ૩.૯૧ લાખનો દારૂ તથા ૭ લાખની ફોરવ્હીલ મળી ૧૦.૯૧ લાખના મુદ્દામાલ સાથે અંધાત્રીનો નામચીન યોગેશ પટેલને પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે બઅન્ય બે ઇસમોને ભાગેડુ ઘોષિત કર્યા છે.

વિગતો અનુસાર વાલોડ તાલુકાના ખાંભલા ગામની સીમમાં ચીક ખાડીથી થોડે દૂર ઝાડી-ઝાંખરવાળી જગ્યા પાસે ૨૨ જાન્યુઆરી ૩.૩૦ વાગે આરોપી યોગેશ કેશવભાઈ ઢોડિયા પટેલ (રહે. ધામણીયા, અંધાત્રી, તા.વાલોડ) સિલ્વર કલરની ફોરવ્હીલર તથા મારુતિ સ્વીફટ ડિઝાયરમાં વિદેશી દારૂની નાની મોટી વ્હીસ્કી તથા ટીન બિયરની બાટલીઓ નંગ ૧૯૧૩ કિંમત ૩,૮૭,૩૭૦/- સાથે ખેપ મારતા પકડાયો હતો. પોલીસે દારૂ સાથે ૪૦૦૦/- ના બે મોબાઈલ તથા ૨ ગાડી ૭ લાખની મળી કુલ ૧૦,૯૧,૩૭૦/-નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી યોગેશ કેશવભાઈ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે કાર્તિક પટેલ (રહે.વહેવલ, તા.મહુવા) સ્થળ ઉપરથી ભાગી ગયો હતો તેની અને દારૂ પૂરો પાડનાર ભરત પટેલ (રહે.ધરમપુર) સામે પોલીસે ગુનો દાખલ કરી ભાગેડુ ઘોષિત કર્યા છે.

Advertisement
error: Content is protected !!