Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Gujarat: પતંગની દોરી ગળામાં ફસાઈ જવાને કારણે એક યુવક ગંભીર ઇજા

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં પતંગની દોરી ગળામાં ફસાઈ જવાને કારણે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાની ઘટના બની છે.

સારવણી ગામનો રહેવાસી સુનિલ પટેલ નામનો યુવક પોતાની નોકરી પૂર્ણ કરીને બાઈક પર પરત ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન ચીખલી કાવેરી નદીના ઓવરબ્રિજ પરથી પસાર થતી વખતે અચાનક પતંગની દોરી તેના ગળામાં આવી ગઈ હતી. ચાલુ બાઈકે દોરી ગળામાં ભેરવાઈ જતા સુનિલ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાયો હતો.ગળાના ભાગે ઊંડો ઘા પડવાને કારણે સુનિલને તાત્કાલિક ચીખલીની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઈજા એટલી ગંભીર હતી કે તબીબોએ તેના ગળાના ભાગે 18 જેટલા ટાંકા લેવા પડ્યા હતા. સદનસીબે સમયસર સારવાર મળી જતાં યુવકનો જીવ બચી ગયો હતો, પરંતુ આ ઘટનાએ શહેરીજનોમાં ફફડાટ ફેલાવી દીધો છે.

Advertisement
error: Content is protected !!