Explore

Search

May 14, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Gujarat : રિવોલ્વર અને કારતૂસની ચોરી કરનારની ધરપકડ

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા એક જાણીતા બિલ્ડરના ઘરેથી રિવોલ્વર અને કારતૂસની ચોરી થવાની ઘટનામાં અલથાણ પોલીસે મોટી સફળતા મેળવી છે. બિલ્ડરના ઘરે જ કામ કરતા અને ચોરીના ગુનામાં પકડાયા બાદ નોકરીમાંથી કાઢી મુકાયેલા એક કિશોરની પોલીસે બિહારથી ધરપકડ કરી છે.

ઘટનાની વિગત મુજબ, વેસુના બિલ્ડરના ઘરે આ કિશોર નોકરી કરતો હતો. થોડા સમય પહેલા બિલ્ડરે આ કિશોરને રૂ.8000ની ચોરી કરતા રંગેહાથ પકડી પાડ્યો હતો. આ ઘટના બાદ બિલ્ડરે તેને ઠપકો આપી નોકરીમાંથી કાઢી મુક્યો હતો. નોકરીમાંથી કાઢી મુકાયેલા કિશોરે બિલ્ડર સામે બદલો લેવાનું નક્કી કર્યું અને જતી વખતે બિલ્ડરની લાયસન્સ વાળી રિવોલ્વર અને 16 રાઉન્ડ ગોળીઓની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. હથિયાર જેવી સંવેદનશીલ વસ્તુની ચોરી થતા અલથાણ પોલીસ હરકતમાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસને જાણવા મળ્યું કે કિશોર તેના વતન બિહાર ભાગી ગયો છે. અલથાણ પોલીસની એક ટીમ બિહાર પહોંચી હતી અને ત્યાંથી કિશોરને દબોચી લીધો હતો. પોલીસ તપાસમાં તેની પાસેથી રિવોલ્વર અને 8 નંગ જીવતી ગોળીઓ કબજે કરવામાં આવી છે, જ્યારે બાકીની ગોળીઓ અંગે પૂછપરછ ચાલુ છે.સગીર હોવાને કારણે પોલીસ આ મામલે ખૂબ જ સાવચેતીપૂર્વક તપાસ કરી રહી છે. તે આ હથિયારનો ઉપયોગ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ માટે કરવાનો હતો કે કેમ, અથવા કોઈને હથિયાર વેચવાનો પ્લાન હતો, તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં પોલીસે હથિયાર કબજે કરી કિશોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!