Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Gujarat : ફ્રોડ કરનારાઓએ વૃદ્ધને 840 ટકા નફા લાલચ આપીને 1.11 કરોડ પડાવ્યા

વડોદરાના 80 વર્ષના વૃદ્ધ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. જેમાં ફ્રોડ કરનારાઓએ વૃદ્ધને 840 ટકા નફા લાલચ આપીને 1.11 કરોડ પડાવી લીધા છે. આ અંગે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

આ અંગે પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગોત્રીના વૃદ્ધને સાયબર ગુનેગારોએ પૂર્વાયોજીત કાવતરૂ રચી એક લિન્ક મોકલી હતી. જેમા વૃદ્ધને H+HNW,SCHNW+ અને Conifer IN લખાણ ધરાવતી ખોટી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા જણાવ્યું હતું. તેમજ એપમાં રજિસ્ટ્રેશન કરાવીને વૃદ્ધને વિવિધ વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યાં હતાં.તેમજ આ વૃદ્ધને વિશ્વાસમાં લેવા માટે સેબી દ્વારા મંજુરીના ખોટા દસ્તાવેજ અને સર્ટીફિકેટ મોકલ્યા હતા. તેમજ સાયબર ફ્રોડ કરનારાઓ તેમની ખોટી ઓળખ આપી હતી.

તેમજ વૃદ્ધને રોકાણ પર 850 ટકા નફો આપવાનો વાયદો કર્યો હતો. જેની બાદ વૃદ્ધ પાસે અલગ અલગ ખાતામાં 1.20 કરોડ ટ્રાન્સફર કરાવ્યા હતા. જેમાંથી તેમણે માત્ર 9 લાખ રૂપિયા ખાતામાં જમા કરાવ્યા હતા. આ અંગે ત્રણ દિવસ અગાઉ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસે સાયબર ગઠિયાઓ પાસેથી રૂ.33 કરોડ પાછા મેળવ્યા છે. આ મહિનામાં પાંચ દિવસો એવા ગયા જેમાં 3000થી વધુ લોકોએ હેલ્પલાઇન 1930 પર કૉલ કરતાં તેમને સાયબર ગઠિયાઓથી બચાવી લેવાયા છે.

Advertisement
error: Content is protected !!