તાપી જિલ્લા પોલીસ સાયબર,એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડના માણસો વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એ.એસ.આઈ.બીપીનભાઈ રમેશભાઈ તથા હેડ કોન્સ્ટેબલ લેબજીભાઇ પરબતજીને ખાનગી રાહે સંયુક્ત રીતે મળેલ બાતમીના આધારે વ્યારા ટીચકપુરા બાયપાસ હાઇવે રોડ ઉપરથી બાતમી વાળી કાર હાઇવે માર્ગ પરથી પસાર થઇ હતી દરમિયાન પોલીસે તેનો પીછો કર્યો હતો.
જોકે કાર ચાલકને શંકા જતા ક્રેટા ગાડીના ચાલકે કાર ઉભી રાખી નહતી જોકે આગળ સર્વીસ રોડ ઉપર થોડે દુર ગાડી મુકી ક્રેટા કારમાંથી એક ઇસમ ઉતરી નાસી છુટ્યો હતો.સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસ કરતા કાર નંબર જીજે/૦૮/સીસી/૫૫૨૯ માંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની નાની બાટલી નંગ-૧૯૨૦ મળી કિં.રૂ.૫.૮૮ લાખ નો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે આ દારૂ સહીત કુલ્લે રૂપિયા ૧૩.૮૮ લાખનો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ સમાચારો મેળવવા માટે તાપીમિત્ર અખબારના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા મોબાઈલ નંબર ૭૮૨૦૦૯૨૫૦૦ hi લખી મોકલો

