સોનગઢના ચાટ બજાર વિસ્તારમાં મકાનના પ્લાસ્ટર કામ બાબતે યુવકને બે શખ્સોએ માર માર્યો મામલે યુવકના પિતાએ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ સાદક ઇમામ પટેલ રહે. ઉકાઈ વર્કશોપ બજાર, તા.૧૬/૧૨/૨૦૨૫ના રોજ પોતાના પુત્ર ઇજા સાથે સોનગઢ ખાતે આવેલા ચાટ બજારમાં હતા ત્યારે ફારૂક મન્સુરીએ અધૂરા પ્લાસ્ટર કામ બાબતે ઉશ્કેરાઈને ગાળાગાળી બાદ ઇજાજને થપ્પડ મારી ધક્કા-મુક્કી કરી હતી. આ સમયે આરોપીના પુત્ર શાબીર મન્સુરીએ પણ ધક્કા મૂકી કરી મારવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે સમયે લોકો વચ્ચે પડી બંને પક્ષોને છૂટા પાડયા હતા આ મામલે પોલીસે આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Latest News Tapi: સોનગઢમાં મકાનનું પ્લાસ્ટર કામ પૂરું ન કરતા બોલાચાલી બાદ મારામારી થઈ


