તાપી જિલ્લામાં આજરોજ ભૂકંપ ના આંચકા અનુભવાયા છે,જેને લઈ રહીશોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે,જોકે કોઈ નુકશાની ના અહેવાલ સામે આવ્યા નથી.
તાપી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ પાસેથી મળતી વિગતો અનુસાર આજ રોજ તાપી જિલ્લામાં સવાર થી સાંજ સુધી 02 તીવ્રતા સુધીના કુલ 05 ભૂકંપના આંચકા આવેલ. જેનું કેન્દ્ર બિંદુ કરંજવેલ, મીરપુર, તા, વ્યારા વિસ્તારમાં આવેલ છે.
ભૂકપં સંસાધન વિભાગ ગાંધીનગર ખાતે આ બાબતે તપાસ કરતા ચોમાસા દરમિયાન ભારે વરસાદ નોંધાયેલ હોય જેથી પૃથ્વીમાં પાણીનું લેવલ ઉપર આવી જવાના કારણે અવાજ થઈ નાના નાના આંચકા નોંધાય છે. આ પ્રકારનાં ભૂંકપ વેવથી મોટા ભૂકંપના આંચકા આવવાની સંભાવના રહેતી નથી,સામાન્ય આવા પ્રકારના આંચકા ચોમાસું પૂર્ણ થયા બાદ અમુક સમય માટે થાય છે ત્યાર બાદ બંધ થઈ જાય છે..આજ રોજ સવારે 11.23 કલાકે નોંધાયેલ ભૂકંપનો આંચકો 2.4 તીવ્રતા વાળો હતો જ્યારે બાકીના તમામ આંચકા 2.00 તિવ્રતાથી નીચેના હતા. આપને અહીં જણાવી દઈએ છીએ કે,સામાન્ય રીતે જો ભૂકંપના આંચકા 6.00 તીવ્રતાથી વધુ હોય તો નુકશાન થવાની સંભાવના રહે છે.

