વાલોડમાં BLO સહાયકને રાત્રી દરમિયાન હાર્ટ એટેક આવતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે.
મળતી વિગતો અનુસાર તાપી જિલ્લાના વાલોડ તાલુકાની બેલધા ગામના પ્રાથમિક શાળાના આચાર્યને હ્રદય રોગનો હુમલો આવતા તેમનું નીધન થયું હતું. 56 વર્ષીય આચાર્ય કલ્પનાબેન પટેલનું હાર્ટ એટેકના કારણે મોત થતા શિક્ષણ જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.કલ્પનાબેન BLOના સહાયક તરીકે કામગીરી કરી રહ્યા હતા.રાત્રિ દરમિયાન કલ્પનાબેનની તબિયત લથડતા સારવાર માટે બારડોલીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

