અમદાવાદના પરિવારને હોટલમાં કડવો અનુભવ થયો છે, ખેડાના મહેમદાવાદમાં આવેલી હોટલ પ્રભાતમાં પરિવાર જમવા બેઠો અને તેમણે સબ્જી ઓર્ડર કરી સબ્જી ઓર્ડર કરતા આવી અને તેને થાળામાં કાઢી તો સામે આવ્યું તેમાં કબૂતરની પાંખ નીકળી હતી અને ગ્રાહકનું મગજ જતા તેમણે હોટલની અંદર જઈ હોટલ સ્ટાફનો ઉધડો લીધો હતો.
વિગતો પ્રમાણે હોટલના સ્ટાફની બેદરકારીના કારણે ગ્રાહકને કડવો અનુભવ થયો છે, મહેમદાવાદ નજીક નેનપુર ચોકડી ખાતે ખોરાકમાં કબૂતરનું હાડકુ પીરસ્યું હોવાની વાત સામે આવી છે, પ્રભાત હોટલમા વેજ ઑર્ડર કરતા નોનવેજ આવી ગયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારે તાત્કાલિક પોલીસમાં પ્રભાત હોટલના સંચાલક કાસમઅલી મહેંદી હસન અને અનવરઅલી હાસમભાઈ અને અહેસાન અલી અનવર અલી વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી છે, FSSAIમાં તાત્કાલિક ફરિયાદ કરી હોટલને સીલ કરવા કરાઈ માગણી કરાઈ છે, ગ્રાહક અજય ભાઈ પાટીલ દ્વારા હાઇજિન અને ફૂડ સેફટીના નોર્મ્સનું પાલન નહિ કરનાર પ્રભાત હોટલ વિરૂધ્ધ કરી ફરિયાદ હતી.
ખોરાકમાં જીવ જંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવતી સંસ્થાની જે માટે આ તંત્ર ધ્વારા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબાઓને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ, 2006 અને તે અન્વયેના ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડસ (લાયસન્સીગ & રજીસ્ટ્રેશન) રેગ્યુલેશન,2011ના શિડ્યુલ -IV મુજબની હાયજીન એન્ડ સેનીટેશનની જોગવાઇઓનુ પાલન થાય તે માટે ઇન્સપેકશન કરી જરૂર પડે ઇમ્પ્રુવમેંટ નોટીસ આપવામાં આવે છે.જો આ નોટીસની સુચનાઓનુ પાલન ન કરવામા આવે તો લાયસન્સ/રજીસ્ટ્રેશન રદ કરી પેઢીને જાહેર હિતમાં બંધ કરાવવામાં આવે છે અને ફુડ સેફ્ટી કાયદાની કલમ-૫૬ હેઠળ રૂ.૧ લાખ દંડની જોગવાઇ કાયદામાં કરવામાં આવેલ છે. તૈયાર ખોરાકમાં જીવ જંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવી પિરસતા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબા-કેંટીન -ભોજનાલયો ચલાવતા વેપારીઓની છે. જે માટે તેઓએ રસોડાની સાફ સફાઇ સતત કરાવવી, બારીઓ અને એક્જોહસ્ટ પંખા પર નેટથી કવર કરવા, દરવાજામાં જીવ જંતુઓ પ્રવેશ ન કરે તે માટે કવર કરવા, યોગ્ય જગ્યાએ ફ્લાય કેચર્સ રાખવા, ડ્રેનેજ સીસ્ટમને કવર કરવી, ઓથરાઇજ એજન્સી પાસે સમયાંતરે પેસ્ટ કંટ્રોલ કરાવવી તથા તેનો રેકર્ડ સાચવવો વિગેરે જેવી બાબતોનુ ખાસ તકેદારી રાખવાની રહે છે.

