Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest news Surat : ધોધમાર વરસાદમાં રિક્ષા પલટી થતાં ચાલકનું મોત

સાયણ ચેકપોસ્ટ પાસે ધોધમાર વરસાદમાં રિક્ષા પલટી થતાં ડભોલીના ચાલકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ડભોલી વિસ્તારમાં આવેલ સરદાર પટેલ નગર સોસાયટીમાં રહેતા 64 વર્ષીય ભરત ભાઈ ધનસુખભાઈ મિસ્ત્રી રીક્ષા ચલાવી પરિવાર સાથે રહેતા હતા. એમના પરિવારમાં પત્ની અને ત્રણ સંતાન છે. ભરતભાઈ 21 ઓગસ્ટના રોજ તેઓની ઓટો રીક્ષા લઇ સાયણ ચેકપોસ્ટ પાસેથી ફુલ વરસાદ પડતો હોવાથી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન રોડ ઉપર ઝાડ પડ્યું તેઓની રિક્ષાનો અકસ્માત થતા રીક્ષા પલટી મારી ગઈ હતી. જેથી ભરતભાઈ ને ગંભીર ઈજા ગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલ બાદ નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મંગળવારે બપોરે મોત નીપજ્યું હતું. આ અંગે વધુ તપાસ અમરોલી પોલીસ કરી રહી છે.

Advertisement
error: Content is protected !!