Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest news Surat: મિત્રો સાથે રિક્ષામાં ફરવા નીકળેલા યુવકનું બેભાન થતાં મોત

સુરત શહેરના કાપોદ્રા ખાતે રહેતો યુવક મિત્ર સાથે કોઈક જગ્યાએ રિક્ષામાં બેસીને ફરવા માટે જઈ રહ્યો હતો. દરમિયાન ઉત્રાણ કાપોદ્રા બ્રિજ ઉપર તે એકા એક બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. યુવકનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની શક્યતા છે.

સ્મીમેર હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલની પાછળ ઝૂંપડપટ્ટીમાં રહેતા 25 વર્ષથી હીરાલાલ પ્રભુ નિષાદ કાપડ માર્કેટમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. તેને અન્ય એક ભાઈ અને બે બહેન છે. હીરાલાલ સોમવારે બપોરે મિત્ર સાથે રિક્ષામાં બેસીને કોઈક જગ્યાએ ફરવા માટે જઈ રહ્યો હતો. દરમિયાન કાપોદ્રા ઉત્રાણ બ્રિજ ઉપર તે એકાએક રિક્ષામાં જ બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં ફરજ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હીરાલાલ નું મોત હાર્ટ અટેક થી થયું હોવાની શક્યતા છે.આ અંગે વધુ ઉત્રાણ પોલીસ કરી રહી છે.

Advertisement
error: Content is protected !!