બિહારના વતની અને હાલ ભાઠેના, અમન સોસાયટીમાં રહેતા મો. શૌકત જીયાઉલહક ખાન (ઉ.વ. ૩૩) ભાઠેના, મહાવીર સોસાયટીમાં સાડીનું કારખાનું ધરાવે છે. તેના પર ચેનલના પત્રકાર હોવાનું કહી એક ફોન આવ્યો હતો. શૌકત ખાન તેમના કારખાનામાં બાળમજૂરો પાસે કામ કરાવી રહ્યા હોય તેઓ વીડિયો પોતાની પાસે હોવાનું જણાવી ખંડણી માંગી હતી. પોલીસે આ ગુનામાં મનોજસિંહ ઉર્ફે પવન રવિશંકર શર્મા (રહે.જયકૃષ્ણનગર, પાંડેસરા) અને સુરજસિંહ વિરેન્દ્ર રાજપૂત (રહે. દીનદયાળ નગર, પાંડેસરા)ને દબોચી લીધા હતા. આ ટોળકી પાસેથી જી.ઈ. ન્યૂઝ અને એ.ડી. ન્યૂઝના ઓળખકાર્ડ પણ પોલીસે કબજે કર્યા હતા.
Latest News
Trending news : ચેનલના પત્રકાર હોવાનું કહી ૫,૧૦૦નો તોડ કર્યો, ન્યૂઝના ઓળખકાર્ડ પણ પોલીસે કબજે કર્યા

