તાપી : વાલોડ ખાતે રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે બજારના રાજા ની ગણપતિની પ્રતિમાનું મુખ દર્શન કરાવવામાં આવ્યું હતું. દરમિયાન બજારના રાજા નું ભવ્ય આતાશ બાજી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું,બજારના રાજા ની ગણેશજીની પ્રતિમા જોવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઊંટી પડ્યા હતા, ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો બજારના રાજાના આગમનમાં ઉત્સાહભેર જોડાયા હતા.આ પ્રસંગે વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી ડો.નિલેશભાઈ ચૌધરી તથા સામાજિક આગેવાન અને સુ.ડી.કો. બેંક ના માજી ચેરમેન નરેશભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તે સમયની એક તસ્વીરી ઝલક.
Latest News
વાલોડ ખાતે મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે બજારના રાજા ની ગણપતિની પ્રતિમાનું મુખ દર્શન કરાવવામાં આવ્યું

