Explore

Search

October 2, 2026

Contact us -7820092500

IAS Coaching

Police Raid : ટેરેસ ઉપર જુગાર રમતા સાત જુગારી ઝડપાયા

વડોદરા જિલ્લાનાં કપુરાઈ પોલીસ ટીમને બપોરે બાતમી મળી હતી કે, ખટંબા રેસીડેન્સી ટાવર નં.એ/2ના ટેરેસ ઉપર કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલ સાત જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

જેમાં નિતેન્દ્રસિંહ ગોહિલ, સતીશ વસાવા, વિપુલ પંડ્યા, શૈલેષ રાવળ, ધર્મેશ પરમાર, કલ્પેશ રાણા અને રામસિંહ સોલંકી (તમામ રહે.ખટંબા અર્બન રેસીડેન્સી ,સવિતા હોસ્પિટલ રોડ)નાંઓ પોલીસ દરોડામાં ઝડપાઈ ગયા હતા. આમ, પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 10,400/-, સાત નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1,22,400/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓની જુગારધારા હેઠળ અટકાયત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!