Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

Trending news : મેગી એવરેસ્ટ મસાલાના સેમ્પલ ફેઇલ : કાર્યવાહી શરુ કરાઇ

સુરતમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે. આમ તો રાજ્ય ભરમાં આવા ભેળસેળીયા તત્વો સક્રિય છે જે નકલી મસાલા બનાવે છે અને નકલી ઘી બનાવે છે. આ પ્રકારના નકલી ખાદ્ય પદાર્થો ખાવાથી લોકોના સ્વાસ્થ્યને નુકશાન થઇ રહ્યું છે. ખાસ કરીને તહેવારોના ટાણે આવા ભેળસેળીયા તત્વો સક્રિય થઇ જાય છે અને તે પોતાના ખિસ્સા ભરવા માટે લોકોના આરોગ્યને ખતરામાં મુકે છે.

સુરતમાં લોકોના આરોગ્ય સાથે સીધા ચેડાં કરી રહેલા મેગી એવરેસ્ટ મસાલાનો કારસો બહાર આવ્યો છે. ફૂડ વિભાગે ગત જુલાઇ માસમાં મેડી એવરેસ્ટ મસાલા ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો જેમાં મસાલા જપ્ત કરાયા હતા. આ મસાલાના સેમ્પલ ફેઇલ થયા છે જેથી સુરત કોર્પોરેશને મેગી એવરેસ્ટ મસાલા સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.

મળતી સુરતમાં ગત જુલાઇ માસમાં કોર્પોરેશનના ફૂડ વિભાગે તથા પોલીસે સંયુક્ત રીતે ઉધનાના મેગી એવરેસ્ટ મસાલાની ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. પોલીસે પાડેલા દરોડામાં તે વખતે 24 લાખના શંકાસ્પદ મસાલા ઝડપાયા હતા. પોલીસે શંકાસ્પદ મસાલા ચકાસણી માટે મોકલ્યા હતા અને ચકાસણીના રિપોર્ટ મુજબ સેમ્પલ ફેઇલ થયા છે જેથી સેમ્પલ ફેઇલ માહિતી પ્રમાણે  ફૂડ વિભાગ પણ ચોંકી ઉઠ્યો હતો. લોકો મેગી એવરેસ્ટ મસાલા વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરતાં હોય છે અને તેના સેમ્પલ જ ફેઇલ થતાં કાર્યવાહી શરુ કરાઇ હતી.

મામલે પાલિકાએ કોર્ટમાં મેગી એવરેસ્ટ મસાલા સામે કેસ કર્યો છે અને સાથે સાથે પોલીસે પણ કાર્યવાહી શરુ કરી છે. 24 લાખ જેટલો શંકાસ્પદ મસાલો પોલીસે જપ્ત કર્યો હતો જેના સેમ્પલ ફેઇલ થયા હતા. સુરતમાં આ મસાલાના કેટલા પાઉચ વેચાયા હશે તેની તપાસ પણ થવી જરુરી છે અને ફેઇલ થયેલા સેમ્પલના મસાલા બજારમાંથી પાછા ખેંચાય તો જ તેની ધારી અસર થશે નહીતર લોકોના આરોગ્ય સામે સીધો ખતરો રહેલો છે. તમને જણાવી દઇએ કે કોર્પોરેશન ના ફૂડ વિભાગ અને પોલીસે મેગી અવરેસ્ટ મસાલા ફેક્ટરી પર ગત 28 જુલાઇએ દરોડો પાડ્યો હતો જેમાં 24 લાખના શંકાસ્પદ મસાલા મળ્યા હતા.

Advertisement
error: Content is protected !!