સચિવાલયના કેટલાક વિભાગોમાં સરપ્રાઈઝ ચેકિંગ બાદ હવે CM ભૂપેન્દ્ર પટેલ તેમના મતવિસ્તારના લોકોને મળ્યા હતાં. રવિવારે CM ભુપેન્દ્ર પટેલે અમદાવાદના સોલા અને ઘાટલોડિયા વિસ્તારમાં પહોચ્યા હતાં અને લોકોને મળીને તેમની સમસ્યા જાણી હતી. CMની મુલાકાત દરમિયાન લોકોએ ગટર, ખરાબ રસ્તાઓ, સ્પીડ બ્રેકર સહિતની અનેક ફરિયાદો કરી હતી.
ફાઈલ ફોટો
મળતી વિગતો અનુસાર CM ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં આવેલા સમર્પણ ટાવર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વૃક્ષારોપણ કર્યા બાદ ઘાટલોડિયા વોર્ડની જુદી જુદી સોસાયટીના લોકો સાથે મુલાકાત કરી હતો.આ દરમિયાન લોકોએ CMને તેમની રજૂઆત કરવા આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા રોડ, પાણી, ગટર, લાઈટ, રોડ પરના દબાણો, ગેરકાયદે બાંધકામ અને ટ્રાફિક જેવી અનેક સમસ્યાઓની રજૂઆત કરી હતી. CMએ લોકોની રજૂઆતોને સાંભળી હતી અને તેના ઝડપી નિરાકરણની ખાતરી આપી હતી.તે ઉપરાંત CM સોલા વિસ્તારમાં પણ લોકોને મળ્યા હતાં. આ દરમિયાન તેમનું સ્વાગત કરવા અનેક લોકો એકઠા થયા હતાં. સ્થાનિક લોકોએ CMને સામાન્ય સુવિધાઓને લઈને રજૂઆતો કરી હતી.ઉલ્લેખનીય છે કે CM ગાંધીનગરમાં સહયોગ સંકુલના બી-બ્લોકમાં આવેલી પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેરની કચેરીની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતાં. જેમાં અધિકારીઓ પાસેથી નાગરિકોની ઓનલાઈન ફરિયાદો અને તેના નિવારણ માટે કરવામાં આવતી કાર્યવાહીની પૂછપરછ કરી હતી સાથે જ ગ્રામીણ સ્તરની પાણી સમિતિઓની રજૂઆતો હલ કરવા માટે થતી કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા.