Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

ગંગા નદીમાં હોડી પલટી જતાં મોટો અકસ્માત : 32 લોકોના નદીમાં ડૂબ્યા

ઝારખંડના સાહિબગંજ જિલ્લામાં ગંગા નદીમાં હોડી પલટી જતાં મોટો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં 32 લોકોના નદીમાં ડૂબ્યા હતા. આ 32 લોકોમાંથીથી 28 લોકોએ તરીને પોતાનો જીવ બચાવી લીધો હતો. તથા એક યુવકનું મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ લોકો ગુમ થયા હતા. આ ઘટના ઉંદર પકડીને પરત ફરી રહેલા આદિવાસી યુવાનો સાથે બની હતી. વહીવટીતંત્રે NDRF ટીમને બોલાવીને શોધખોળ શરૂ કરી દીધી હતી. ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ છવાયો હતો.

ઝારખંડના સાહિબગંજ જિલ્લામાં શનિવારે સવારે ગંગા નદીમાં એક દુ:ખદ અકસ્માત થયો હતો. બરહરવા બ્લોકના ગડાઈ ડાયરા વિસ્તારમાં 32 લોકો સાથે જતી એક હોડી પલટી ગઈ હતી. આમાંથી 28 લોકોએ તરીને પોતાનો જીવ બચાવી લીધો હતો. જ્યારે ચાર લોકો નદીમાં ડૂબી ગયા હતા. આ ચાર યુવાનોમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે અન્ય ત્રણ હજુ પણ ગુમ છે. આ ઘટના બાદ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો અને વહીવટીતંત્રે રાહત અને બચાવની કામગીરી હાથ ધરી દીધી હતી.આ દુર્ઘટના સવારના લગભગ 7:30 વાગ્યે થઈ હતી. જ્યારે રંગા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના 17 આદિવાસી યુવાનો ઉંદર પકડવા માટે ગંગા પાર ડાયરા વિસ્તારમાં ગયા હતા. વરસાદની ઋતુમાં ઉંદરો તેમના ખાડામાંથી બહાર આવતા હોય છે અને આ જ કારણથી યુવાનો મોટી સંખ્યામાં ભેગા થઈને ત્યાં પહોંચ્યા હતા. પાછા ફરતી વખતે સ્થાનિક લોકો પણ મહારાજપુર ઘાટ પરથી હોડીમાં ચઢ્યા હતા. જેના કારણે હોડીમાં કુલ 32 લોકો સવાર હતા. આગળ જતાં હોડી પલટી હતી અને એક યુવાનનું મોત નિપજ્યું હતું. તંત્ર દ્વારા અન્ય ત્રણ યુવાનોની શોધખોળ હાથ ધરપવામાં આવી છે.

Advertisement
error: Content is protected !!