સુરતમાં સાયબર ફ્રોડની તપાસમાં મોટા ખુલાસા કરવામાં આવ્યો છે. આ મામલે RBLના બેંક કર્મી અને મેનેજરની પણ સંડોવણી સામે આવી છે. જેને લઈને મહત્વની જાણકારી મળી છે કે, કુલ 1550 કરોડનું સાયબર ફ્રોડ કર્યું હોવાનો ખુલાસો થયો છે. ઉધના પોલીસે બેંક મેનેજર સહીત 8 કર્મીની ધરપકડ કરી લીધી છે. જેઓ ખોટી રીતે કરંટ એન્કાઉન્ટ ખોલી આપતા હતા. જેમાં નાણાની ખોટી રીતે લેવડદેવડ થઈ શકે. સમગ્ર મામલે SIT દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે.
ઉધના પોલીસ દ્વારા સાયબર ફ્રોડ ઝડપી પાડવાનો મામલો બહુ ચર્ચામાં છે. પોલીસ તપાસમાં વધુ મોટા ખુલાસા થયા છે. કુલ 1550 કરોડનું સાયબર ફ્રોડ કર્યું હોવાનો ખુલાસો થયો છે. ફ્રોડ મામલે RBLના બેન્ક કર્મચારી અને મેનેજરની પણ સંડોવણી બહાર આવી છે. પોલીસે બેંક મેનેજર સહીત 8 કર્મચારીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાયબર ફ્રોડ માટે અન્ય ના નામના ખોટી રીતે કરંટ એન્કાઉન્ટ ખોલી આપતા હતા, અગાવ પકડાયેલા આરોપીની તપાસમાં સમગ્ર મામલાનો ખુલાસો થયો છે. કિરાત જાદવાણી અને દિવ્યેશ ચક્રાણી સાથે મળી ફ્રોડ બેંક એકાઉન્ટ ખોલતા હતા. સમગ્ર મામલે SIT દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સાયબર ફ્રોડના તપાસમાં એક બાદ એક મોટા ખુલાસા થઇ રહ્યા છે.આ પહેલા પણ સુરત શહેર પોલીસે સાઇબર ફ્રોડનાં એક સાથે 200 ગુના ડિટેક્ટ કરવાનો દેશમાં પ્રથમ કેસ કર્યો હતો અને રેકોર્ડ બનાવ્યો હતો, સુરતનો મિલન વાઘેલા અને કેતન વેકરિયા ચાઇનીઝ સાયબર માફિયા ઓ માટે કામ કરતી ટોળકીનાં સૂત્રધાર હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો, ભાડે લેવાયેલા બેંક એકાઉન્ટનાં ડેબિટકાર્ડ દુબઇ મોકલી ત્યાં રૂપિયા વિથડ્રો કરી ચાઇનીઝ ગેંગને આપી દેવાતા હતાં.

