વરસાદી વાતાવરણમાં નિઃસહાય ભટકતી માનસિક અસ્વસ્થ મહિલાના વ્હારે આવતી બારડોલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ..
બારડોલી અભયમ રેસ્કયું ટીમ ઘટના સ્થળ પર પહોચી મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે તેઓ માનસિક રીતે અસ્વસ્થ છે અને રખડતું ભટકતું જીવન જીવે છે જેઓને હાલ આશ્રય અને માનસિક બીમારીની સારવારની જરૂર હોવાથી જીવનજ્યોત માનવ મંદિર મંદબુધ્ધિ આશ્રમ, કામરેજ ખાતે સુરક્ષિત આશ્રય અપાવવામાં આવ્યો હતો.
એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક અજાણી મહિલા જેમની ઉંમર આશરે 35 વર્ષ હશે તેઓ માંગરોળ તાલુકાના કોસંબા ગામ પાસે આવેલા એક હોટલ પર 3-4 દિવસથી એકલાં બેસી રહે છે.તેમના વર્તન પરથી તેવો માનસિક રીતે અસ્વસ્થ હોય તેવું લાગે છે.તેથી મહિલા ના કાઉન્સેલિંગ કરવા માટે 181ની મદદ ની જરૂર છે, જેના પગલે 181ના કાઉન્સેલર પટેલ ખૂશ્બૂ,હેડ કોન્સ્ટેબલ ચૌધરી ચંદ્રિકાબેન તેમજ પાઇલોટ શેખ અકરમભાઈ તાત્કાલિક બારડોલી થી નીકળી ઘટના સ્થળે અજાણી મહિલાની મદદ માટે પહોચ્યા હતા ત્યારબાદ 181 ટીમે મહિલાની સાથે શાંતચીત સ્વભાવે પૂછપરછ કરેલ તેમનું નામ, સરનામું તેમના પરિવારના સભ્યોના નામ કે મોબાઈલ નંબર જાણવાના પ્રયત્ન કરેલ પરંતુ તેઓએ અલગ-અલગ ગામોના નામ જણાવ્યા હતા બીજું કાંઈ જ યાદ ના હતુ.
ઘટનાસ્થળ પર હાજર હતા એ લોકોને પૂછપરછ કરી તેમજ આજુ-બાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવેલ પરંતુ મહિલા ને કોઈ ઓળખતા ન હતા. મહિલા એ તેમનુ નામ જણાવેલ પરંતુ બીજુ કોઈ માહિતી જણાવેલ નહીં તેમજ મહિલાને કોઈનું નામ કે મોબાઈલ નંબર કાંઈ જ યાદ ન હતાં. મહિલાનાં પરિવારજનોની કોઈ પણ માહીતી ન મળેલ તેથી મહિલાને હાલ આશ્રય અને માનસિક સારવારની મદદની જરૂર હોવાથી જીવનજ્યોત માનવ મંદિર મંદબુધ્ધિ આશ્રમ, કામરેજ, સુરત ખાતે સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ છે.
આ ફોટા સાથે બહેનની માહિતી માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ અથવા જીવનજ્યોત માનવ મંદિર મંદબુધ્ધિ આશ્રમનો સંપર્ક કરવો.

