Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Crime News : વીમો પકવવા માટે એક મિત્રએ પોતાના જ મિત્રની ધાતકી હત્યા કરી, ટ્રકથી કચડી, કપડાં બદલ્યા

સુરતના સચિન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં વીમો પકવવા માટે એક મિત્રએ પોતાના જ મિત્રની ધાતકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યારાએ આ હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે ફિલ્મી કાવતરું ઘડ્યું હતું.

તમને જણાવી દઈએ કે, હત્યારાએ ક્રાઈમ સિરિયલ જોઇને હત્યાનો પ્લાન બનાવ્યો હતો. તેણે પોતાના મિત્રને ટ્રકથી કચડીને મારી નાખ્યો હતો. એટલું જ નહીં, હત્યાને અકસ્માત દર્શાવવા માટે મૃતકના કપડાં બદલીને પોતાના કપડાં પહેરાવ્યા હતા જેથી મૃતકની ઓળખ બદલી શકાય અને વીમાનો દાવો કરી શકાય.જોકે, હત્યારાનું આ કારસ્તાન લાંબો સમય તાક્યું નહીં. પોલીસે જયારે ઘટનાસ્થળના CCTV ફૂટેજ ચેક કર્યા ત્યારે આ સમગ્ર ષડયંત્રનો ભાંડો ફૂટ્યો. CCTV ફૂટેજમાં હત્યાનો આખો ઘટનાક્રમ કેદ થઇ ગયો હતો જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે આ મામલે હત્યારા ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સુરતમાં ભારે ચકચાર જગાવી છે.

Advertisement
error: Content is protected !!