Explore

Search

May 14, 2026

Contact us -7820092500

IAS Coaching

કાસલા બુજરંગ ગામે બીમારીથી કાંટળી વૃદ્ધાનો આપઘાત

સુરત જિલ્લાના કાસલા બુજરંગ ગામે મંદિર કળિયામાં ચીમનભાઈ ઠાકોરભાઈ સુરતી રહે છે. તેમની પત્ની પનુબેન (ઉ.વ.૬૫) છેવલા ૨૦ વર્ષથી માનસિક બીમારીથી પીડાતી હતી. જોકે પરિવારજનો વૃદ્ધાની દવા પણ કરાવતા હતાં, તેમ છતાં વૃદ્ધાને કોઈ ફરક પડતો ન હતો.

જેથી વૃદ્ધાએ બીમારીથી કંટાળી ગત શુક્રવાર નારોજ ગામની સીમમાં આવેલા ભામણીયા કૂવામાં કૂદકો માર્યો હતો. જેથી વૃદ્ધાનું કૂવાના પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. આ બાબતે મૃતક વૃદ્ધાના પુત્ર અલ્પેશ સુરતીએ ઓલપાડ પોલીસ મથકમાં ઘટનાની જાણ કરી હતી. જેના પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ પોલીસ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!