Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

અમદાવાદના બગોદરામાં સામૂહિક આપઘાત

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આવતા બગોદરામાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, એક પુત્ર, બે પુત્રી અને પતિ-પત્નીએ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, તો બગોદરા પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, આપઘાત કર્યા પાછળનું કારણ અકબંધ છે.

અમદાવાદના બગોદરામાં સામૂહિક આપઘાતની ઘટના બની છે, એક જ પરિવારના 5 સભ્યોએ એક સાથે ઘરમાં આપઘાત કર્યો છે, મૂળ ધોળકાનો પરિવાર બગોદરા રહેતો હતો અને પાંચેય લોકોએ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે,

પરિવારે સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી છે, 3 બાળકો સાથે દંપતીએ જીવન ટૂંકાવ્યું છે, પરિવારનો મોભી બગોદરામાં રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા અને સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.બગોદરા બસ સ્ટેશન પાછળ પ્રજાપતિ હોટલની એરડીમાં ભાડેથી રહેતા મૂળ ધોળકાના બારકોઠા દેવીપૂજક વાસમાં રહેતા અને બગોદરામાં રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા, આપઘાત પાછળનું સાચુ કારણ સામે આવ્યું નથી, પોલીસે પરિવારના અન્ય સભ્યોના નિવેદન લીધા છે, પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે, મૃતક પાસેથી હાલમાં કોઈ સ્યુસાઈડ નોટ પણ મળી આવી નથી.

મરણજનાર વ્યકિતઓ

(1) વિપુલભાઈ કાનજીભાઈ વાઘેલા ઉ.વ. 34 રહે બારકોઠા દેવીપુજક વાસ ધોળકા

(૨) સોનલબેન વિપુલભાઈ વાઘેલા ઉ.વ. 26

(૩) સિમરનબેન વિપુલભાઈ વાઘેલા ઉ.વ. 11

(4) મયુરભાઈ વિપુલભાઈ વાઘેલા ઉ.વ. 8

(5) પ્રિન્સીબેન વિપુલભાઈ વાઘેલા ઉ.વ.5

Advertisement
error: Content is protected !!