Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

માંડવીનાં કમલાપોર-ખંજરોલી માર્ગ પર દીપડાએ બાઈક ચાલક પર હુમલો કર્યો

સુરત જિલ્લાનાં માંડવી તાલુકાનાં કમલાપોર-ખંજરોલી માર્ગ પરથી પસાર થઈ રહેલ બાઈક ચાલક પર દીપડાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યા બાદ દૂર સુધી પીછો કરતાં મોટર સાઇકલ ચાલક ગભરાઈ ગયો હતો. ગ્રામજનોએ વન વિભાગને દીપડાને પકડવા માટે અપીલ કરી છે.

મળતી માહિતી અનુસાર, માંડવી તાલુકાના પિપરીયા ગામના પટેલ ફળિયામાં રહેતા ધર્મેશભાઈ પટેલ પોતાની યુનિકોર્ન બાઈક પર કડોદ ગામથી કામ પતાવી રાત્રિના સમયે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન કમલાપોરથી ખંજરોલી રોડ પર રસ્તાની બાજુની ઝાડીમાં છુપાયેલા દીપડાએ અચાનક તેમના પર તરાપ મારી હતી. સદનસીબે, ધર્મેશભાઈ આ હુમલામાં બચી ગયા હતા અને તેમણે મોટરસાયકલ ભગાવી મૂકી હતી. દીપડાએ પણ લાંબા અંતર સુધી તેમનો પીછો કર્યો હતો.

Advertisement
error: Content is protected !!