મહારાષ્ટ્રનાં નંદુરબાર જિલ્લામાં આવેલ ધડગાવ પોલીસ મથકની હદમાં શહાદા તરફથી ધડગાવ તરફ આવી રહેલી કિયા કારમાંથી ૫ કિલો ૬૮ ગ્રામ ગાંજા સાથે સુરતનાં કામરેજ પાસે આવેલ ખોલવડના યુવક અને તેને બાઈક પર ગાંજો આપવા માટે આવેલ એક યુવકને ૧૧ કિલો ૨૮ ગ્રામ ગાંજા સાથે ઝડપી પડયો હતો. આમ કુલ ૧૬ કિલો ૨૮ ગ્રામ ગાંજા સાથે બંનેની ધરપકડ કરી હતી. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ક્રાઈમ બ્રાંચના પી.આઈ.ને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ધુલીયા જિલ્લામાં આવેલા શિરપુર શહેર તરફથી એક યુવક તેની કાળા કલરની કારમાં ગાંજા ખરેદી ધડગાવ શહેર તરફ આવવાનો છે.
જેથી ધડગાવ પોલીસે શહાદા તરફ જતાં રોહજરીપાડાના વળાંક નજીક વોચ ગોઠવી હતી. ત્યાં બાતમી મુજબની કાર આવતી નજરે પડતા તેને પોલીસે ઊભી રખાવી ચાલકનું નામ પુછતા તેને તેનું નામ કેતન ઉર્ફ કાન્હા દિનેશભાઈ વેકરીયા (ઉ.વ.૩૧., રહે.કે ૫૦૧ એગંલ પેલેજ નિઅર ઓવેરા પેલેજ, ખોલવાડ-કામરેજ જિ.સુરત) જણાવ્યું હતું. આમ, પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી પ.૭૮ ગ્રામ ગાંજા મળી આવ્યો હતો પોલીસે ઘટના સ્થળેથી ગાંજા અને કાર મળી કુલ ૭,૯૪,૪૦૦/- રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પુછપરછ કરતા આ ગાંજો શિરપુર શહેર તરફથી એક શખ્સ પાસેથી ખરીદ્યો હતો.
તેણે વધુ ગાંજો ખરીદી કરવા ધડગાવ શહેના એક યુવકનો સંપર્ક કર્યો હતો અને તેને ગાંજો આપવા માટે આવવાનો હોવાથી પોલીસે ફરી વોચ ગોઠવી હતી. ત્યારે એક બાઈક પર બુધ્યા કોહરીયા પાવરા (ઉ.વ.૩૧., રહે.ઉમરાણી ખુર્દ તાલુકો ધડગાવ જિ.નંદુરબાર)એ ગુણમાં ૧૧ કિલો ૨૮ ગ્રામ ગાંજો ભરી ત્યાં આવ્યો હતો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે બંને પાસેથી કુલ ૧૬ કિલો ૯૬ ગ્રામ ગાંજો, એક બાઈક અને કાર મળી કુલ ૧૦.૮૦ લાખનો મુદ્દામાલ કબજે કરી બંનેની અટકાયત કરી ધડગાવ પોલીસ મથકમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

