Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

કિમના કોઠવા ગામે કાર અડફેટે વૃદ્ધાનું મોત નિપજ્યું

કિમના કોઠવા દરગાહ પર દર્શનાર્થે આવેલી ૭૦ વર્ષીય આઘેડ પહિલા પર ક્રેટા કાર ફરી વળતા જેમનું ઘટના સ્થળે મોત નેપજ્યું હતું. અકસ્માત કરી કાર ચાલક નાસી ગયો હતો. મળતી માહિતી મુજબ, માંગરોળનાં બુજરંગ ગામે રહેતી ૭૦ વર્ષીય ūગાબેન નારણભાઈ વસાવા કોઠવા ગામે આવેલ દરગાહ પર દર્શનાર્થે ગયા હતા.

ત્યારે ગંગાબેન દર્શન કર્યા બાદ દરગાહનાં ઘટની સાઈડમાં પાર્કિંગમાં સુતા હતા. જે દરમ્યાન ત્યાં આવી પહોંચેલા ક્રેટા કારનાં ચાલકે ગલતભરી રીતે કાર હંકારી લાવી પાર્કિંગમાં સુઈ રહેલી ગંગાબેન ઉપર ચઢાવી દીધા બાદ ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો. જોકે આ અકસ્માતમાં ગંગાબેનને શરીરનાં વિવિધ ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા જેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બનાવ અંગેની જાણ કોસંબા પોલીસને કરવામાં આવતા હાલ પોલીસે કસુરવાર કારનાં અજાણ્યા ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!