Explore

Search

October 2, 2026

Contact us -7820092500

IAS Coaching

નવસારીની પૂર્ણા નદીમાં તર્પણ વિધિ કરવા ગયેલ બે યુવાનો નદીમાં ડૂબ્યા

નવસારી પાસેથી પસાર થતી પૂર્ણા નદીમાં આજે એક કરૂણ ઘટના બની હતી, જેમાં માતાની તર્પણ વિધિ કરવા ગયેલા બે યુવાનો નદીમાં ડૂબી ગયા હતા. આ દુર્ઘટનામાં એક યુવકનું કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એકનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી મુજબ, આ બંને યુવાનો પોતાની માતાના તર્પણ વિધિ અર્થે પૂર્ણા નદીના કિનારે ગયા હતા. વિધિ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર બંને યુવાનો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

આસપાસ હાજર લોકોએ તાત્કાલિક મદદ માટે બૂમો પાડી હતી અને સ્થાનિક તરવૈયાઓ તથા બચાવ ટુકડીને જાણ કરવામાં આવી હતી. બચાવ કામગીરી હાથ ધરવામાં આવતા, એક યુવાનને સહીસલામત બહાર કાઢવામાં સફળતા મળી હતી, પરંતુ બીજા યુવાનને બચાવી શકાયો ન હતો અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. મૃતક યુવાનના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!