રાજયમાં આજથી બે દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદ પડી શકે છે, તો બીજી તરફ રાજસ્થાન તરફથી મોન્સૂન ટ્રફ પસાર થતા ભારે વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બોટાદમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે ભારે વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો ભરૂચ, સુરત, નવસારી, દાદરા નગર હવેલી, દીવ, ડાંગ, તાપી, નર્મદા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે, કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે, માછીમારોએ આજથી 5 દિવસ દરિયો ના ખેડવો જોઈએ અને દરિયાકાંઠે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે. રાજ્યમાં વરસાદી ટ્રફ પસાર થતા વરસાદની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે, ઉત્તર અને મ.ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે.


