Explore

Search

June 12, 2026

Contact us -7820092500

IAS Coaching

કામરેજનાં નવીપારડી હાઈવે પર અકસ્માત, ચાલક સહીત પાંચ ઘાયલ

સુરતનાં કામરેજનાં નવીપારડી હાઈવે પર ઉભેલ ટ્રકની પાછળ લક્ઝરી બસ ધડાકાભેર અથડાતા ચાલક સહિત પેસેન્જરો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર, કેશોદથી સુરત તરફ આવી રહેલી શ્યામ ટ્રાવેલ્સની પેસેન્જરો ભરેલી લક્ઝરી બસ કીમ-પીપોદરા વટાવી કામરેજની હદમાં નવીપારડી ગામની સીમમાં સુગર ફેક્ટરીથી થોડે દુર અમદાવાદથી મુંબઈનાં ટ્રેક પર અડચણરૂપ રસ્તાની વચોવચ ઉભેલી ટ્રકની પાછળ અથડાઈ હતી.

જોકે ગામનાં લોકો બનાવનાં સ્થળે મદદે દોડી આવી લક્ઝરી બસની કેબીનમાં ફસાયેલા ચાલકને ભારે જહેમતનાં અંતે બહાર કાઢયો હતો. કામરેજ પોલીસે બસમાં સવાર ચારથી વધુ ઈજાગ્રસ્તોને નજીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે કામરેજ પોલીસ મથકે લક્ઝરી બસમાં સવાર રાજેશ મુળજીભાઈ ટાંક (રહે.એકે રોડ સુરત)એ બનાવનાં એક મહિના પછી કસુરવાર ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

Advertisement
error: Content is protected !!