Explore

Search

October 2, 2026

Contact us -7820092500

IAS Coaching

માખીંગા પાસેથી ટ્રકમાં રૂપિયા ૬.૧૯ લાખનાં દારૂના જથ્થા સાથે ચાલક ઝડપાયો

પલસાણાનાં માખીંગા પાસેથી સુરત જિલ્લા એલ.સી.બી. પોલીસે પાસેથી રૂપિયા ૬.૧૯ લાખના વિદેશી દારૂ સાથે ચાલકને ઝડપી પાડી પાંચ બૂટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની ૪,૧૨૮ બાટલીઓ સાથે ૧૦ લાખની ટ્રક, સ્વીટ કાર કીમત ૫ લાખ, રોકડા ૧૫,૮૫૦ મળી કુલ રૂપિયા ૨૧,૬૧,૦૫૦/-નો મુદામાલ ઝડપી પાડયો હતો.

આમ, પોલીસે અસલમભાઈ ઓસમણભાઈ નકુમ (રહે.ચોટીલા)ની અટક કરી હતી. જયારે અન્ય બૂટલેગરો ઇસ્તીયાક ઈસ્માઈલ શેખ (રહે.માનદરવાજા, સુરત), મહમદ ગુરાન મહમદ ઈમામી શેખ (રહે.ઉધના નીલગીરી સર્કલ મદીના મસ્જીદ પાસે સફીક બાબાના મકાનમાં સુરત મુળ આયરાયન તા.ખાગા જિ-પ્રયાગરાજ (યુ.પી), રેણુ ભુષણસિંગ સિંગ) અને રવિ જીતેનદ્ર યાદવ (બંને રહે.નવાગામ ડીડોલી સી.આર.પાટીલ રોડ માનસિ રેસીડેંસી સુરત, મુળ મકદુમાબાદ થાના પરાસી જી-અરવલ (બિહાર), પારૂલબેન વિનોદભાઈ વાઘેલા (રહે.બીલીમોરા ગાયકવાડ મીલની ચાલ,નવસારી), ઈદ્રાવતી ઉર્ફે શોભા જયપ્રકાશ યાદવ (રહે.પ્રેમનગર, પાંડેસરા સુરત, રહે.દમણ)ને વોન્ટેડ જાહેર કરી કર્યા હતા.

Advertisement
error: Content is protected !!