વ્યારાના કટાસવાણ ગામે ઝેરી સાપના ડંખથી ૬૫ વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો બનાવ કાકરાપાર પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી પ્રમાણે વ્યારા તાલુકાના કટાસવાણ ગામના સીગલ ફળીયામાં રહેતા ૬૫ વર્ષીય મીઠુબેન હલ્લાભાઈ ઉમરભાઈ ગામીત ગત તારીખ ૦૭/૦૭/૨૦૨૫ નારોજ પોતાના ઘરના પજારીમાં કપડા ધોવા સારૂ સાબુ શોધતી હોય અને સિમેંટ ની કોથળી ઉચકી જોવા જતા ત્યાં આગળ સંતાયેલ સાપે મીઠુબેન ને જમણા હાથે પ્રથમ આંગળીમાં ડંખ મારતા સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલમાં લઈ આવતા આઈ.સી.યુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.જોકે સારવાર દરમિયાન તા.૦૯/૦૭/૨૦૨૫ નારોજ મીઠુબેન ગામીતનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે રવિન્દ્રભાઇ હલ્લાભાઈ ગામીતની ફરિયાદના આધારે કાકરાપાર પોલીસે બનાવ દાખલ કર્યો છે.

