સોનગઢ નગર વિસ્તારમાં રહેતી એક સગીરાનું તેના કાયદેસરના માતા-પિતા (વાલીપણા)માંથી અપહરણ કે ગુમ થયા અંગેની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના ઉધના પોલીસ લાઈન વિસ્તારમાં આવેલ ખત્રી નગરમાં રહેતો ભગવાન વાનખેડે નામનો યુવક ૦૪/૦૭/૨૦૨૫ નારોજ સોનગઢ નગર વિસ્તારમાં રહેતી એક સગીરા (ઉ.વ.આશરે ૧૭ વર્ષ ૧૧ માસ અને ૨૫ દિવસ)ની સગીરાનું તેના કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી લઇ અથવા તો ભાગડી લઇ જઈ, કોઈક કારણસર ક્યાંક ગુમ થઇ હોવા અંગેની ફરિયાદ સગીરાના પરિવારજનોએ સોનગઢ પોલીસ નોંધાવી હતી. જેમની ફરિયાદ ના આધારે ભગવાન વાનખેડે નામના યુવક વિરુદ્ધ તારીખ ૦૯/૦૭/૨૦૨૫ નારોજ ગુન્હો નોંધી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

