Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Committed Suicide : પ્રેમમાં દગો મળતા યુવતીએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

જામનગર જિલ્લાના ધ્રોલમાં 32 વર્ષિય યુવતીનો ગળા ફાંસો ખાઇ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. પ્રેમીએ લગ્ન કરવાની હા પાડ્યા પછી ફરી જતાં આપઘાત કર્યાનું સામે આવ્યું છે. પ્રેમી અને તેની સાથે અન્ય બે મહિલાઓના ત્રાસ અને મરી જવા માટે મજબૂર કરવા અંગે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. આરોપી મિલન અને તેના બહેન રેખાબેન રમેશભાઈ ચાવડા તેમજ કંકુબેન દેવજીભાઈ ચાવડા સામે મરવા મજબૂરની નોંધાઈ ફરિયાદ નોંધાય હતી.

મળતી માહિતી મુજબ, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતી 32 વર્ષીય યુવતીને પ્રેમમાં દગો મળતા ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આરોપી મિલન કંટારીયા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને લગ્નનો વાયદો કર્યો હતો. પરંતુ પ્રેમીએ દગો દેતા આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે પોલીસે મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપી રેખાબેન રમેશભાઈ ચાવડા તેમજ કંકુબેન દેવજીભાઈ ચાવડાએ આપઘાત કરનાર યુવતીને કહ્યું હતું કે, ‘તારે જે કરવું હોય તે કરી લે, મરવું હોય તો મરી જાજે તેમ કહી મરવા માટે મજબુર કરતા મધુબેન વાઘેલાએ પોતાના ઘરે ગળા ફાંસા ખાઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી. બનાવની જાણ ધ્રોલ પોલીસને થતાં પોલીસ સ્ટાફ તાત્કાલિક પહોંચી ગયો હતો. આમ, ત્રણેય આરોપી સામે મરવા મજબૂરનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!