રાજ્યનાં તમામ જિલ્લામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે ત્યારે બનાસકાંઠાથી વીજ કરંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યા ધરાધરા ગામે વીજ કરંટ લાગવાથી એક પરિવારનાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. માતા-પિતા અને પુત્ર ખેતરમાં બોરવેલ ચાલુ કરવા ગયા હતા, જ્યાં તેમને વીજ કરંટ લાગ્યો હતો. હાલ મૃતક પરિવારના મૃતદેહને વાવ ખાતેની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યાં છે. બીજી તરફ આણંદના ઉમરેઠમાં વીજ કંરટ લાગતા બે યુવકના મોત નિપજ્યાં હતા. 
મળતી માહિતી અનુસાર, વાવ તાલુકાના ધરાધરા ગામે વહેલી સવારે જેઠા મકવાણા, રખુંબેન મકવાણા અને પુત્ર પથુ મકવાણા ખેતરમાં બોરવેલ ચાલુ કરવા ગયા હતા. આ દરમિયાન તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવાર ઘટના સ્થળો દોડી આવ્યો હતો. હાલ મૃતદેહને પીએમ અર્થ ખસેડાયા હતાં.ત્યારબાદ આ સમગ્ર ઘટના બાદ ગામમાં શોકનો માહોલ છે. બીજી તરફ આણંદના ઉમરેઠ પાસેના બેચરી ગામે વીજ કંરટ લાગતા બે યુવકના મોત થયા છે. મહોરમ નિમિત્તે કતલની રાત્રીએ તાજીયા રમતા વીજ્ કરંટ લાગ્યો હતો. જેમાં મોહસીનખાન અને હુસેનખાનના મોત નિપજ્યા. નોંધનીય છે કે, તાજીયા રમતા તાજીયા વીજ વાયરને અડી જતાં બન્ને યુવક મોતને ભેટયા હતા. બેચરી ગામમાં મહોરમ પર્વ માતમમાં છવાયો હતો.

