સુરત જિલ્લાનાં માંગરોળનાં ધામરોડ ખાતે રહેતા ત્રણ વ્યક્તિને કેનેડા જવા માટે ભરૂચનાં એજન્ટ પર વિશ્વાસ કરવો ભારે પડ્યો હતો. એજન્ટે ત્રણેયને વાતોમાં ફસાવી ૧૫ લાખથી વધુ નાણાં પડાવી લીધા બાદ ફરાર થઈ ગયો હતો. કોસંબા પોલીસની હદમાં ધામરોડ ગામનાં પારસી ફળીયામાં રહેતા આદિલ ઇકબાલ બદાતનાં પરીવારનાં ત્રણ સભ્યોને કેનેડા જવા વિઝાનાં કામ માટે ભરૂચનાં ભડકોદરા ગામે રહેતા નોમાન ઈબ્રાહીમ પટેલ નામનાં એજન્ટનો સંપર્ક કર્યો હતો.
જોકે ત્યારબાદ એજન્ટ નોમાને સુચીત પરીવારનો વિશ્વાસ કેળવી લીધા બાદ જેમને વાયા તુકી થઈને જેમનો માણસ કેનેડા સુધી લઈ જશે જેવી બાહેંધરી આપી આદિલભાઈ સહિત પરીવારનો વિશ્વાસ કેળવી લીધો હતો. ત્યારે ઠગ એજન્ટની વાતોમાં આવી ગયેલા આદિલભાઈએ ટુકડે ટુકડે કુલ રૂપિયા ૧૫,૯૮,૭૦૦/- ટ્રાન્સફર કરી દીધા હતા અને ત્યારબાદ ઉપરોક્ત બદાત પરીવાર એજન્ટ પાસે વિઝા અંગે પુછપરછ કરતા જેમને કોઈ યોગ્ય જવાબ નહીં મળતા એજન્ટ પાસે પૈસા પરત કરી દેવા માંગણી કરતા એજન્ટ નોમાને ગલ્લાતલ્લા કરી હાથ અધ્ધર કરી દીધા હતા. આમ એજન્ટને નાણા ચુકવ્યા બાદ પણ વિઝા નહીં મળતા બદાત પરીવારે કોસંબા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. હાલ પોલીસે ઠગ એજન્ટ નોમાન ઈબ્રાહીમ પટેલ વિરુદ્ધ વિશ્વાસયાત અને છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


