Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

કામરેજમાં યુવકે એસિડ પીને આપઘાત કર્યો

કામરેજની હોટલમાં કામ કરતા યુવકે એસિડ પી આત્મહત્યા કરી હતી. મૂળ જામનગર જિલ્લાના મોટી વાવડી ગામના ૩૩ વર્ષીય હાર્દિકભાઈ દામજીભાઇ અજુડીયા હાલ કામરેજ પોલીસની હદમાં આવેલી ક્રિષ્ના હોટલમાં કામ કરતા હતા. હાર્દિકભાઈએ કોઈક કારણસર એસિડ પી આત્મહત્યા કરી હતી.

હોટલના સ્ટાફે હાર્દિકભાઈને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ડોક્ટરોઓએ હાર્દિકભાઈને મૃત ઘોષિત કર્યા હતા. બનાવ અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!