સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં વાંકલ નજીક રહેણાક વિસ્તારથી દૂર આવેલા સિંધવાઈ માતાના મંદિરમાં ચોરીની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, વાંકલ ગામમાં આવેલ સોસાયટીઓમાં મંદિરમાં અગાઉ પણ ચોરીની ઘટના બની હતી. 
જ્યારે આજે ફરી રહેણાંક વિસ્તારથી દૂર આવેલા શ્રદ્ધા અને આસ્થાનાં પ્રતિક ગણાતા સિંધવાઈ માનાના મંદિરમાં રોકડ રૂપિયાની ચોરી થતા ભક્તોમાં આકોશ જોવા મળી રહ્યો છે. ખેતરો વચ્ચે આવેલા મંદિરમાં મુખ્ય દરવાજાનો નકુચો તોડી ચોરો મંદિરમાં પ્રવેશ કરી પતરાની દાનપેટી તોડી દાન પેટીમાં મુકેલા અંદાજિત ત્રણથી ચાર હજાર રૂપિયા ચોરી ગયા હતા. બનાવ અંગે મંદિરના મહારાજ બાબુભાઈ લક્ષ્મણભાઈ વસાવા વાંકલ આઉટ પોસ્ટમાં અજાણ્યા ચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

