Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Valsad : કપરાડા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 32 જિલ્લાનાં 89 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે તાપીના ડોલવણમાં 2.5 ઇંચ, ડાંગના સુબીર તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉમરગામ અને ધરમપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે મંગળવારે વેધર વોચ ગ્રૂપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે.

આ સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા તેમણે જણાવ્યું હતું. રાજ્યમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF તથા SDRFની કુલ 32 ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત 2 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ બેઠકમાં સિંચાઈ વિભાગના અધિકારીએ રિજયન વાઇઝ પાણીના સંગ્રહની સ્થિતિ વિશે માહિતી આપી હતી. જે મુજબ રાજ્યના 206 જળાશયો પૈકી 21 જળાશયો હાઇએલર્ટ, 12 જળાશયો એલર્ટ પર તથા 19 જળાશયો વોર્નિંગ પર છે.

Advertisement
error: Content is protected !!