Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

રાયસણમાં મકાનમાંથી રૂપિયા ૧૩.૧૫ લાખની ચોરી કરી તસ્કરો ફરાર

ગાંધીનગરમાં રાયસણમાં આવેલ સાગરવિલા સોસાયટીમાં તસ્કર પ્રવેશ્યો હતો અને મકાનના ઉપરના માળેથી રોકડ અને દાગીના મળીને રૂપિયા ૧૩.૧૫ લાખની ચોરી લીધી હતી. આ ઉપરાંત અન્ય એક મકાનને પણ તેણે નિશાન બનાવ્યું હતું. બનાવ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. મળતી માહિતી મુજબ, રાયસણમાં આવેલી સાગરવિલા સોસાયટીમાં રહેતા અને કેમિકલ ટ્રેડિંગનો વેપાર કરતા જીતેન્દ્રકુમાર પરસોત્તમદાસ પટેલના મકાનના ઉપરના માળે આવેલા રૂમમાં એસીની તકલીફ થઈ હોવાથી પરિવાર નીચે સૂઈ રહ્યો હતો.

આ દરમિયાન સવારના સમયે તેમનો પુત્ર રાજ ઉપરના રૂમના બેડરૂમમાં નાહવા માટે ગયો હતો તે દરમિયાન તેણે સામાન વેરવિખેર હાલતમાં જોયો હતો અને તેના પગલે પરિવારને જાણ કરતા ચોરી થઈ હોવાનું જણાયું હતું. ઘરમાંથી ૫ લાખ રૂપિયા રોકડા અને ૮.૧૫ લાખ રૃપિયાના દાગીના ચોરાયા હતા. જેના પગલે જીતેન્દ્રકુમાર દ્વારા તુરંત જ ઇન્ફોસિટી પોલીસના જાણ કરવામાં આવી હતી અને પોલીસે સ્થળ ઉપર પહોંચીને તપાસ શરૂ કરી હતી. દરમિયાનમાં સીસીટીવીની તપાસ કરતા ગત મોડી રાત્રે એક તસ્કર સોસાયટીની દિવાલ કૂદીને અંદર આવતો અને ત્યારબાદ બહાર જતો જણાયો હતો. આ ઉપરાંત સોસાયટીમાં આવેલા છ નંબરના પ્લોટમાં પણ ચોરીની ઘટના બનવા પામી હતી. ચોરી અંગે ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલ તસ્કરને પકડવા માટે દોડધામ શરૂ કરવામાં આવી હતી.

Advertisement
error: Content is protected !!