Explore

Search

May 15, 2026

Contact us -7820092500

IAS Coaching

ઉંભેળ ગામની સીમમાં વાહન અડફેડે અજાણ્યા ઇસમનું મોત નિપજ્યું

સુરત જિલ્લાનાં કામરેજનાં ઉંભેળ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-૪૮ ક્રોસ કરી રહેલ અજાણ્યા ઇસમને અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લઇ લેતા તેનું ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ મોત થયું હતું. મળતી માહિતી મુજબ, કામરેજ પોલીસ મથકની હદમાં ઉંભેળ ગામની સીમમાંથી પસાર થતા નેશલન હાઈવે નંબર-૪૮ પર દર્શન ગેસ્ટ હાઉસની સામે અમદાવાદથી તરફ જવાનો માર્ગ અજાણ્યો રાહદારી ક્રોસ કરી રહ્યો હતો.

તે દરમિયાન પુરપાટ આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટે લઇ અકસ્માત સજર્યો હતો. ત્યારબાદ ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં હાઇવે ક્રોસ કરી રહેલા અજાણ્યા રાહદારીને શરીરના વિવિધ ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા હાલ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી.

Advertisement
error: Content is protected !!