Explore

Search

May 15, 2026

Contact us -7820092500

IAS Coaching

પીપોદરામાં બાઈક અડફેટે આવતાં રાહદારીનું મોત નિપજ્યું

સુરત જિલ્લાનાં પીપોદરા ખાતે સર્વિસ રોડ ક્રોસ કરી રહેલા રાહદારીનું બાઈકની અડફેટે મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, માંગરોળના પીપોદરા જીઆઈમાં રહેતો ૨૮ વર્ષીય મનોજ પીપોદરાનો સર્વિસ રોડ ક્રોસ કરી રહ્યો હતો.

તે દરમિયાન બાઈકના ચાલકે ગફલતભરી રીતે હંકારી લાવી મનોજને અડફેટે લીધો હતો. ત્યારબાદ ચાલક બાઈક હંકારી ફરાર થઇ ગયો હતો. અકસ્માતની ઘટનામાં મનોજને માથે તેમજ શરીરના વિવિધ ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું સ્થળ પર જ મોત થયું હતું. બનાવ અંગે કોસંબા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બાઈકના અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!