Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

આણંદ જિલ્લાનાં પેટલાદમાં દોઢ ઈંચ વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

આણંદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પેટલાદમાં દોઢ ઈંચ અને આણંદમાં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે જિલ્લાના અન્ય તાલુકામાં પાછોતરો વરસાદ પડયો છે. જિલ્લામાં સરેરાશ ૧૦.૫ મિ.મી. પાણી પડયું હતું. આણંદ જિલ્લામાં અઠવાડિયાથી મેઘરાજાની પધરામણીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

આણંદ શહેર સહિત જિલ્લામાં ક્યાંક વરસાદી ઝાપટાં તો ઘણી જગ્યાએ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આણંદ જિલ્લામાં વિતેલા ૨૪ કલાકમાં સરેરાશ ૧૦.૫ મિ.મી. વરસાદ પડયો છે. જેમાં સૌથી વધુ પેટલાદ તાલુકામાં ૩૪ મિ.મી., આણંદ ૨૬ મિ.મી., આંકલાવમાં ૮ મિ.મી., તારાપુરમાં ૬ મિ.મી., ઉમરેઠ- બોરસદમાં ૩-૩ મિ.મી. અને સોજિત્રા- ખંભાતમાં ૨-૨ મિ.મી. વરસાદ નોંધાયો છે. આણંદ જિલ્લામાં ધીમી ધારે ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતો વાવણી તરફ જોતરાયા છે. શહેરમાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો કફોડી હાલતમાં પણ મુકાયા છે.

Advertisement
error: Content is protected !!