Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

રાજ્યમાં આજે 6 જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 2.8 ઇંચ, કચ્છના માંડવીમાં 2.3 ઇંચ, વલસાડના પારડીમાં 1.7 ઇંચ અને કચ્છના નખત્રાણામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે આજે 6 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને કચ્છનો સમાવેશ થાય છે. આગામી તારીખ 29 અને 30 જૂનનાં રોજ કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, જૂનાગઢ, પોરબંદર જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પહેલી જુલાઈનાં રોજ નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ અને અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે. આગામી બીજી જુલાઈથી રાજ્યભરમાં વરસાદનું જોર વધતું જોવા મળશે. તારીખ 2 જુલાઈએ 20 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

ત્રીજી જુલાઈના રોજ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, પાટણ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Advertisement
error: Content is protected !!