Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Narmada : પોલીસ મથકમાં સાયબર સેલનાં પોલીસ કોન્સ્ટેબલ સામે સાયબર ફ્રોડનો ગુનો દાખલ કરાયો

નર્મદા સાયબર સેલનો પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરીએ કરોડો રૂપિયાનું સાયબર ફ્રોડ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે નર્મદા જિલ્લા પોલીસ વડાને ફરિયાદ દાખલ કરવા માટે રાજપીપળા ટાઉન પીઆઈને સુચના આપી હતી.  રાજપીપળા પોલીસ મથકમાં સાયબર સેલના પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી સામે સાયબર ફ્રોડનો ગુનો દાખલ કર્યો છે. હાલ નર્મદા પોલીસે લક્ષ્મણ ચૌધરી સસ્પેન્ડ કરી દીધો છે. બનાવની વિગત એવી છે કે, રાજપીપળા પોલીસ વિભાગનાં સુત્રોના જણાવ્યાનુસાર, છેલ્લા એકાદ વર્ષથી રાજપીપળા પોલીસના સાયબર સેલમાં કામ કરતા પોલીસકર્મી લક્ષ્મણ ચૌધરી કોઈની પણ ફરિયાદ વગર જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓની જાણ બહાર સરકારી મેલ આઇડી પરથી જે પણ માલેતુજાર હોય એના બેંક ખાતા બંધ કરવા માટે જે તે બેંકોને મેલ દ્વારા જાણ કરતો હતો. હવે પોલીસ વિભાગના સરકારી મેલ દ્વારા જાણ થતા જે તે બેંક ખાતા બંધ કરી દેતી હતી.

હવે જેના બેંક ખાતા બંધ થાય એ પોતાની ફરિયાદ નોંધાવા માટે રાજપીપળા સાયબર સેલમાં આવતા હતા. જે પણ આવી ફરિયાદ માટે સાયબર સેલમાં આવે તેની પાસેથી આ પોલીસકર્મી રૂપિયાની માંગણી કરતો હતો. આ બાબતની જાણ નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબેને થતા તેમણે તપાસ એ.એસ.પી લોકેશ યાદવને સોંપી હતી. છેલ્લા 3 મહિનાની તપાસ બાદ સાયબર સેલના પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરીએ સાયબર ફ્રોડ કર્યું હોવાનો રિપોર્ટ જિલ્લા પોલીસ વડાને કર્યો હતો.

નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબેએ આ બાબતે રેન્જ આઇજી અને ડીજીપી તથા ગૃહ વિભાગને જાણ કરી હતી. ત્યાંથી આ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની સૂચના મળતા લક્ષ્મણ ચૌધરી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ નર્મદા એસઓજી પોલીસ કરી રહી છે. રાજપીપળા ટાઉન પીઆઈ વી.કે.ગઢવીએ જણાવ્યું હતું કે, ‘લક્ષ્મણ ચૌધરીએ કેટલા રૂપિયાની સાયબર ફ્રોડ કર્યું છે એ જાણવા મળ્યું નથી. પરંતુ લક્ષ્મણ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. આ ગંભીર ગુનામાં નર્મદા પોલીસે તપાસ ચાલુ કરી દીધી છે.

Advertisement
error: Content is protected !!