Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અત્યંત ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કર્યુ

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી તારીખ 27 જૂન સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આજે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અત્યંત ભારે વરસાદને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. આ સાથે આજે 27 જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે, ત્યારે ચાલો જાણીએ આગામી 6 દિવસ કયા કેવો રહેશે વરસાદી માહોલ. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે નવસારી, વલસાડ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મોરબી, જામનગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને તાપી, ડાંગ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ, મોરબી, જામનગર, ખેડા, પંચમહાલ, આણંદ, રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. તારીખ 23 જૂને બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે અને કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, તાપી, સુરત, ડાંગ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ, મોરબી, જામનગર, બોટાદ, ખેડા, પંચમહાલ, આણંદ, રાજકોટ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે.

તારીખ 24 જૂને બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, સુરત, તાપી, ડાંગ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.  તારીખ 25 અને 26 જૂનના રોજ અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તારીખ 27 જૂને 23 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

Advertisement
error: Content is protected !!