Explore

Search

May 15, 2026

Contact us -7820092500

IAS Coaching

Complaint : માનસિક ત્રાસ આપતાં સાસરિયાઓ વિરુદ્ધ પરણીતાએ ફરિયાદ નોંધાવી

કામરેજના શેખપુરની પરિણીતાને સાસરિયાઓ વારંવાર માનસિક ત્રાસ આપતા હતી. જેથી પરિણીતાએ કામરેજ મહિલા પોલીસ મથકે પતિ સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. મૂળ બિહારના સીતામઢી જિલ્લાના બહરામનગરની વતની અને હાલ કામરેજના શેખપુર ખાતે હરિદર્શન સોસાયટી ખાતે રહેતી ૨૬ વર્ષીય ખુશબૂકુમારી વિમલકુમાર શાહનાં લગ્ન વિકાસકુમાર શાહ સાથે થયા હતા. થોડા સમય પાદ પતિ અને સાસરિયાઓએ ખુશબૂને પરેશાન કરવાનું શરૂ કરી દીધુ હતું.

તેઓ ઘરકામ સહિત અન્ય બાબતે મહેણાં-ટોણાં મારી પરેશાન કરી ગાળો આપતા હતા. રોજિંદા ત્રાસથી કંટાળેલ પરિણીતાએ કામરેજ મહિલા પોલીસ મથકે પતિ વિકાસકુમાર રાજકુમાર શાહ, સાસુ મીનાદેવી રાજકુમાર શાહ, સસરા રાજકુમાર રામલગન શાહ, દિયર અભિષેકકુમાર રાજકુમાર શાહ અને નણંદ ખુશબૂકુમારી રાજકુમાર શાહ (તમામ રહે.માનીકચોક ગામ, જિ.સિતામઢી (બિહાર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવાતા પોલીસે પાંચેય સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!